
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ સિંગાણા રેંજનાં આર.એફ.ઓ કેયુરભાઈ પટેલની ટીમે તેઓનાં લાગુ વન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.તે દરમ્યાન સિંગાણા રેંજનાં આર.એફ.ઓ કેયુરભાઈ પટેલને ટવેરા ગાડીમાં અમુક તસ્કરો લાકડા ભરી જઈ રહ્યાની ગુપ્તરાહે બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે સિંગાણા રેંજનાં સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવેલ હતી.તે દરમ્યાન મંગળવારે વહેલી સવારે સુબિર તાલુકાનાં કડમાળ ગામ નજીકથી પસાર થઈ રહેલ ટવેરા ગાડી.ન.જી.જે.05.સી.એમ.8016 પર શંકા ગઈ હતી.જે ટવેરા ગાડી ને ઉભી રાખી વન વિભાગની ટીમે ચેકીંગ કરતા તેમાંથી 27 નંગ ખેરનાં લાકડા (0.415 ઘનમીટર) મળી આવ્યા હતા. હાલમાં સિંગાણા રેંજનાં આર.એફ.ઓ કેયુરભાઈ પટેલે ટવેરા ગાડીનાં ચાલક રવિન્દ્રભાઈ જયરામ ગાવીતની મુદામાલ સાથે ધરપકડ કરી છે.જ્યારે આ લાકડાનાં તસ્કરી સાથે સંકળાયેલા અન્ય ચાર આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે..





