MALIYA (Miyana) :ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માળિયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ
MALIYA (Miyana) :ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માળિયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ
હાલ માં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ સાહેબ ની સૂચના તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. મહેતા સાહેબ ,આર.સી.એચ.ઓ શ્રી ડો. સંજય સાહેબ , તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા સાહેબ ના માર્ગદર્શન હેઠલ..માળિયા વાડા વિસ્તાર ખાતે થી પુર ના પાણી વચ્ચે થી પ્રા.આ.કેન્દ્ર ની એમ્બ્યુલન્સ માં સગર્ભા બેન ને રાતે ૧૧.૩૦ વાગ્યે પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે પ્રા.આ.કેન્દ્ર ના સ્ટાફ તેમજ આશા બહેન દ્વારા લઈ આવવામાં આવ્યા હતા. અને પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે સગર્ભા બહેનને એડમિટ કરવામાં આવ્યા હતા. અને બહેનની પ્રાથમિક આરોગ્ય સરવડ ખાતે આજ રોજ 27.8.24ના રોજ રાત્રે 12.20 વાગ્યે પ્રા.આ.કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. અક્ષય સુરાણી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 2.8 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.