અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના મોડાસામાં ત્રણ દિવસ પછી પણ રહીશોની સોસાયટીમાંથી પાણી નથી ઓસર્યા, મહિલાઓ નો પાલિકા સામે રોષ
જિલ્લામાં છેલ્લા ત્રણ દીવસથી વરસી રહેલા વરસાદ પછી પણ હજુ મોડાસા શહેરમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી જેના કારણે સોસાયટી માં રહેતા લોકોને અન્ય જગ્યાએ રહેવાનો વાળો આવ્યો છે મોડાસા શહેરમાં આવેલ ઝમઝમ સોસાયટી,અમન પાર્ક સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી સહીત હજુ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયેલા છે જેમાં રહીશોની ઘર વપરાશી ચીજવસ્તુ માં ભારે નુકશાન સર્જાયું છે.રહીશો એ નગર પાલિકા અને તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દરેક ચોમાસાના સમયે વધુ વરસાદ પડતા આજ સ્થિતિ સર્જાય છે છતાં તંત્ર અને નગર પાલિકા પાણીના નિકાલ માટે કોઈજ સુવિધા કરતી નથી. માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે આવતા હોય છે હજુ પણ સોસાયટીમાં પાણી ભરાયેલા હોવાથી ઝમઝમ સોસાયટીના રહીશો પરેશાનો સામનો કરી રહ્યાં બીજી બાજુ એ પણ જણાવ્યું હતું કે પોતનું મકાન મૂકી ને બીજી જગ્યાએ વસવાટ કરવા જવું પડે તે કેટલું યોગ્ય છે.કચરાનો પણ નિકાલ થતો નથી ત્યારે આ બાબતે નગર પાલિકા અને તંત્ર કંઈક વિચારે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું