સંતરામપુર માં વિકાસ ગાંડો થયો??!!

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
તા.૨૮/૮/૨૪
સંતરામપુર નગરમાં વિકાસ ગાંડો થયો??!!
સંતરામપુર નગર ની પ્રખ્યાત ગોધરા ભાગોળ ચોકડી ઉપર મૂકવામાં આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પાછળની ટાઇલ્સ ઉઘડતા લોકોમાં આશ્ચર્ય…
સંતરામપુર નગર સેવા સદનના વહીવટની ચાડી ખાતો આ કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે સંતરામપુર નગરમાં આવેલ પ્રખ્યાત ગોધરા ભાગોળ ચોકડી પાસે મૂકવામાં આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના પાછળની ભાગમાં મોંઘા ભાવની લગાડેલી ટાઇલ્સ ઉખડી જતા બે ઈંટો ના ટેકા મૂકીને તેને ઉભી રાખવાનો પ્રયત્ન નગર જને કરેલ હતો પરંતુ કેમેરા સામે વાત છુપી ન રહેતા આજે મીડિયાના ધ્યાને આવતા મીડિયા દ્વારા નગરમાં વિકાસ ગાંડો થયો છે તે સ્થિતિ પ્રકાશમાં આવી છે.
આ બાબતે સંતરામપુર નગરપાલિકા દ્વારા અને જે તે કોન્ટ્રાક્ટરને આપેલા કોન્ટ્રાક્ટ મુજબ કેવા પ્રકારની કામગીરી થતી હશે એ આ તસવીર ઉપરથી જોઈ શકાય છે.
સરકારનું વહીવટી તંત્ર એટલી હદે ભ્રષ્ટાચાર કરે છે કે એની કોઈ સીમ જ રહી નથી ત્યારે દેશના સર્વોચ્ચ નેતાના સ્ટેચ્યુની પાછળ ઉખડી ગયેલી મોંઘામાં મોંઘી લાદી વહીવટ તંત્રની ચાવીરૂપ પોલ ખોલીને ઈશારો કરી રહી છે તો પછી નગરના બીજા વિકાસની અંદર કેટલો ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એ કહેવું મુશ્કેલ છે પણ અસ્થાને નથી શું વહેલાં માં વહેલી તકે આ સ્ટેચ્યુની લાદી રીપેર કરીને સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુને રીનોવેશન કરવામાં આવશે ખરું??? કે પછી હોતા હે ચલતા હૈ નીતિ અપનાવવા માં આવશે.
એવી લોકમૂખે ચર્ચાઓ ચાલી રહી છે.







