MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી

 

TANKARA:મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સમીક્ષા બેઠક યોજી

 

 

મોરબી પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનેશેરિયાએ વરસાદ બાબતે ટંકારા ખાતે સ્થાનિક અધિકારી/પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ ટંકારા તાલુકામાં કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, કેટલા માર્ગ હાલ બંધ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, દિવાલ કે મકાન પડવાની ઘટના બની હોય તો તે બાબત, ખેડૂતોને થયેલી નુકસાન, કેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અધિકારી/પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, ટંકારા મામલતદારશ્રી કેતન સખીયા, અગ્રણીશ્રી નરેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદભાઈ વાંસદડિયા તેમજ ટંકારાના સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!