વહિવટી તંત્રનો માનવીય અભિગમ : માત્ર ૨૪ કલાકમાં મૃતક દંપતિના પરિવાર જનને ૮ લાખની સહાયનો ચેક અર્પણ કરાયો

વહિવટી તંત્રનો માનવીય અભિગમ : માત્ર ૨૪ કલાકમાં મૃતક દંપતિના પરિવાર જનને ૮ લાખની સહાયનો ચેક અર્પણ કરાયો
અમીન કોઠારી મહીસાગર
તા.૨૮/૮/૨૪
સમગ્ર રાજયમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દશ્યો સામે આવી રહ્યા હતા તો સામે વહિવટીતંત્રના પણ બચાવ અને રાહતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી પ્રજાના પડખે ઉભી રહી પરીવારજનો અહેસાસ કરાવ્યો છે આવું જ માનવીય અભિગમનું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે મહીસાગર જિલ્લાના વહિવટીતંત્રે
છેલ્લા ૭૨ કલાકમાં સાર્વત્રિક વરસાદના કારણે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતના હરિપુરા ગામ ખાતે રાત્રિના સમયે ભારે વરસાદના પગલે કાચુ મકાન ધરાશાય થતાં દંપતિનું મૃત્યુ થયું હતું. જેની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર સુ.શ્રી નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ઘટના સ્થળે પોહચી તાત્કાલિક સર્વે કરી માનવ મૃત્યુ અંગેની ચકાસણી કરી વહીવટી તંત્રે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ કુદરતી હોનારતનો ભોગ બનનાર પરીવારજનોને માત્ર ૨૪ કલાકમાંજ ₹ ૪-૪ લાખની મૃત્યુ સહાયનો ચેક મૃતકના માતાને અર્પણ કરી તેમના દુખમાં સહભાગી બન્યા હતા.



