
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભણવું તો મારે પણ છે.!!! પરંતુ સગવડ નથી, ભણવા માટે ક્લાસ રૂમની જરૂર નથી… ભણવામાં વ્યસ્ત માસુમ આ ચહેરા તસ્વીર ઘણું કહી જાય છે
આજના આધુનિક યુગમાં શિક્ષણ ને વેગવંતુ બનાવવા માટે અવનવી પદ્ધતિઓ અને સ્માર્ટ સુવિધાઓના કારણે સરકાર દ્વારા નવી શિક્ષણનીતિની અમલમાં મૂકવામાં આવી અને સુવિધાથી સજ્જ એવું આ શિક્ષણ આપણે આજના આધુનિક યુગમાં જોઈ શકીએ છીએ પરંતુ એક માસુમ ચહેરાઓની તસવીર જે સામે આવી છે જે ઘણું બધું કહી જાય છે તસવીરમાં રસ્તાની બાજુએ બેસી રહેલા એ ચાર માસુમ ચહેરા જાણે કે આ જ પોતાનો વર્ગખંડ છે એ રીતે નિરાંતે બેસીને લખી અને વાંચી રહ્યા છે પાછળના ભાગમાં એક નાનું ઝુંપડું છે જેના ઉપર પ્લાસ્ટિક બાંધેલું છે કયારે ક એ પણ ઝુંપડી રાહ જોઈ રહી હશે કે ભણી ને બાળકો હમણાં આવશે આ માસુમોની જે તસવીર જોતા એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ ભણવું તો મારે આજે પણ છે એક લેખનકાર્યમાં વ્યસ્ત છે જ્યારે એક નાના બાળકનો માસુમ ચહેરો કિતાબમાં વ્યસ્ત છે એ પણ જાણે ક્યાંક વિચારી રહ્યો હશે કે મારે પણ મોટા થઈને કંઈક બનવું છે પણ આ લાચાર ભરી જિંદગીમાં દોષ કોનો..? આટલી બધી આધુનિક સગવડમાં પણ લાચાર માસુમ ચેહરાને રસ્તાની કિનારી પર બેસીને ભણતા નજરે પડે છે માર વિચારોના મતે કદાચ એવું પણ બની શકે કે આ ચારમાંથી કોઈ એક તો સારી એવી ઉચ્ચ પોસ્ટએ પણ હોઈ શકે…? તસવીર જોઈ ને મારું આ મન પણ બેચેન બની ગયું છે લખવું હોય તો ઘણું લખી શકાય તેમ છે પણ બસ ભગવાન આ માસુમ ચહેરાઓ ને શક્તિ આપે અને બાળકો આગળ વધે તેવી પ્રાર્થના





