GUJARATJASDALRAJKOT CITY / TALUKO
Jasdan: ભારે વરસાદના કારણે જસદણ નગરપાલિકા દ્વારા આશ્રિતોને ફૂડ પેકેટ અપાયા

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઇ છે. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદને કારણે અનેક લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે, ત્યારે જસદણ નગરપાલિકાના આશ્રિતસ્થાનોમાં આશ્રય લેનારાઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.
રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કોઈ ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતત માર્ગદર્શન મળી રહ્યું છે ત્યારે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ રાજકોટ વહીવટીતંત્ર સતત ખડેપગે છે.




