BANASKANTHAGUJARATPALANPUR

બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા ના પ્રયત્નોથી બાળકનું પરિવાર સાથે સુખદ મિલન

29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

આજથી અંદાજે એક વર્ષ પહેલા વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળે કે બનાસકાંઠા જિલ્લામાં એક બાળકને તેની માતાએ એક રૂમમાં ચાર મહિનાથી સાંકળ થી બાંધીને રાખેલ હતો આ બાળકને ફક્ત બારીમાંથી જમવાનું આપવામાં આવતું હતું તે સિવાયની બાળકની તમામ દિનચર્યા આ રૂમની ચાર દીવાલોમાં જ થતી હતી જેના કારણે બાળક માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હતું. જે બાબતની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતા ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિ ના માર્ગદર્શનથી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા પોલીસ તંત્રની મદદથી બાળકને રેસ્ક્યુ કરી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બાળકને સાઈક્રેટરીક ટ્રીટમેન્ટ અપાવવામાં આવેલ. અને સાથે સાથે બાળ ગૃહ દ્વારા બાળકને પ્રેમ અને હુફ આપવામાં આવેલ અને ચાલુ સાઈક્રેટરીક ટ્રીટમેન્ટ અંતર્ગત બાળકને અંદાજે છેલ્લા એક વર્ષથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે રાખવામાં આવેલ. છેલ્લા એક વર્ષથી બાળકનું સતત કાઉન્સલિંગ કરવામાં આવતું હતું અને ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિના માર્ગદર્શનથી સમગ્ર બાળ સુરક્ષા ટીમ દ્વારા બાળકના કૌટુંબીક અને સામાજિક પુનઃસ્થાપન માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હતા. તેના ફળ સ્વરૂપ તા.28 ઓગસ્ટ 24 ના રોજ બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા દ્વારા અન્ય જિલ્લામાં સ્થાયી બાળકના પરિવાર સાથે સંકલન સાધી બાળકનો પરિવારમાં પુનઃસ્થાપન કરવામાં આવેલ છે. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેને બાળક અને તેના પરિવારજનોને મોઢું મીઠું કરાવી શુભકામના ઓ પાઠવેલ સાથે ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળ કલ્યાણ સમિતિના તમામ સભ્યો, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના તમામ કર્મચારીગણ, બાળ સુરક્ષા ટીમ બનાસકાંઠા અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો હર્ષની લાગણી અનુભવતા આભાર વ્યક્ત કરે છે.

Back to top button
error: Content is protected !!