BANASKANTHAGUJARATPALANPUR

છાપી ૧૦૮ ની ટીમે દાઝી ગયેલા દર્દી ને નવજીવન આપ્યું

29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે ૧૦૮ સેવા જે ૨૪/૭ કાર્યરત છે અને અને આ સેવા એ અણમોલ જિંદગી બચાવી છે તેવી જ એક ઘટના છાપી ૧૦૮ ની ટીમ દ્વારા નવજીવન મળ્યું હતું. આજ રોજ છાપી ૧૦૮ ની ટીમને ગીડાસણ ગામે દર્દી દાઝી ( બળી જવું ) જવાનો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે છાપી ૧૦૮ ની ટીમ ના EMT લલિતભાઈ પરમાર અને pilot ગોવિંદભાઈ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચતા દર્દીને તપાસતા માલૂમ પડ્યું હતું કે દર્દી ગેસ ની સગડી ચાલુ કરવા જતા દર્દી અમરતભાઈ ને છાતીના , ગળામાં ,બંને હાથ તથા મોઢા પર ગંભીર રીતે દાઝી ગયેલ હતા. EMT દ્વારા એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટેચર વડે દર્દી ને ૧૦૮ એમ્બ્યુલન્સ મા લઈને હેડ ઓફિસ સ્થગિત ડૉ.શ્રી ની સલાહ મુજબ જરૂરી ડ્રેસિંગ તથા સારવાર આપી ને વધુ સારવાર અર્થે નજીકના સરકારી હોસ્પિટલ પહોચાડ્યા હતા. અને દર્દી ને તાત્કાલિક સારવાર મળતાં નવજીવન મળ્યું હતું અને દર્દી નો જીવ બચી જતા તેમના પરિવારજનોએ ૧૦૮ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!