MAHISAGARSANTRAMPUR

મહીસાગર ના રાઠડા બેટમાં વસતા ૭૦૦ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતું જિલ્લા વહીવટી તંત્ર

મહીસાગર જિલ્લાના કડાણા ના રાઠડા બેટમાં વસતા ૭૦૦ લોકોના સ્વાસ્થયની ચિંતા કરતું વહીવટી તંત્ર
****

જિલ્લાનો આરોગ્ય વિભાગ હોડી મારફતે રાઠડા બેટ પોહચી લોકોના સ્વાસ્થય ચકાસણી અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરી
***
અમીન કોઠારી મહીસાગર
તા. ૨૯/૮/૨૪

 

મહીસાગર જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ છેવાડાના માનવીની દરકાર લઈ કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોટ મારફતે ગામમાં પોહચી ઘરે ઘરે જઈને ક્લોરીન ટેબલેટ,ઓ.આર.એસ. તેમજ ક્લોરીન ટેસ્ટ કરીને ચોખું પાણી પીવાલાયક મળી રહે તે માટે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ લોકોમાં ભય ન ફેલાય તે માટે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રકારની આઇ.ઈ.સી. કરવામાં આવી રહી છે. કોઈપણ રોગચાળો ન ફેલાય તે માટે એન્ટીલારવા કામગીરી, દવાનો છંટકાવ, ફોર્મિંગ, ક્લોરીનેશન ટેસ્ટ વગેરે કામગીરી કરવમાં આવી રહેલ છે.

 

ni

અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લાની મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો આ એક અનોખો બેટ છે. આ બેટ પર લગભગ 700 થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. આ બેટની ભૌગોલિક સ્થિતી એવી છે કે ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી, ત્યાં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ છે, જેમાંથી બોટના સહારે સામાન્ય સ્થિતીમાં અવર જવર કરી શકાય.

Back to top button
error: Content is protected !!