JUNAGADH CITY / TALUKO

જૂનાગઢ શહેરમાં પૂરજોશમાં સફાઈ કામગીરી વરસાદ વચ્ચે પણ મહાનગરપાલિકાના ૫૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈની કરાઈ કામગીરી

૨ જેસીબી, સુપડી, ટ્રેક્ટર, જેટિંગ મશીન સહિતના સાધનો દ્વારા સફાઈની થતી કામગીરી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરમાં વરસાદ વચ્ચે પણ નિયમિતપણે ૫૫૦ જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા ઝુંબેશ સ્વરૂપે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સફાઈના અભાવે રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી તકેદારી ઓ લેવામાં આવી રહી છે. ઉપરાંત વરસાદના વિરામ બાદ જંતુનાશક મેલોથિયોન પાવડરનો પણ સમગ્ર શહેરમાં છંટકાવ કરવામાં આવશે.
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના રાજુભાઈ ત્રિવેદી જણાવે છે કે, કમિશનર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં અને ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા તથા સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ટોળીયાની દેખરેખમાં કોર્પોરેશન વિસ્તારમાં ઝુંબેશ સ્વરૂપે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે, ડોર ટુ ડોર કચરાના કલેક્શન સાથે જેસીબી, સુપડી, ટ્રેક્ટર સહિતના સાધનો દ્વારા સફાઈ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
શહેરના સરદાર બાગ, રેલ્વે સ્ટેશન દોલતપરા-માર્કેટિંગ યાર્ડ રોડ, ખલીલપુર રોડ સહિતના વિસ્તારમાં અભિયાન સ્વરૂપે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, ડ્રેનેજ એટલે કે ગટરની સાફ-સફાઈ પણ જેટિંગ મશીન દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે પણ ૩૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ઉપરાંત ભરાયેલા વરસાદી વરસાદી પાણીના નિકાલ માટે ડી વોટરીંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!