




કાકોશી ગામ તળાવમાં યુવક નુ ડુબી જતા મોત
ગામ લોકોને દુર થી લાશ તરતી જોવા મળતા બચાવ ટીમ ને જાણ કરી
હવામાન વિભાગ ની આગાહી ને પગલે છેલ્લા ત્રણ દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામનાં ગામ તળાવમાં પાણીના નવા નીરની આવક થઈ જતા તળાવ આખુ છલો છલ ભરાઈ ગયુ હતુ.
કાકોશી ગામ તળાવમાં ગુરૂવારે બપોરે તળાવ મા કોઈ તરતું હોય એવુ ગામ લોકો દ્રારા જોવા મળ્યુ હતુ ત્યારે કોઈ માનવ શરીરની લાશ તરી રહી હોવાનુ માલુમ થતા ગ્રામજનો દ્રારા સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી આશરે 35 વર્ષીય ફકીર ઈરફાનભાઈ ઐયૂબભાઈ નામના યુવકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા તબીબે યુવક ને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ આશરે 35 વર્ષીય ઈરફાનભાઈ ઐયૂબભાઈ ફકીર નામનો યુવક ગુરુવારે બપોરે ગામ તળાવ ની પાસે ફરતો હતો ત્યારે અચાનક તેનો પગ લપસી જતા તળાવમાં પડ્યો હતો અને જોત જોતા મા યુવક તળાવ મા ડુબતો હતો ત્યારે યુવકે બચાવ માટે બૂમો પાડી જેને જોતા ગ્રામજનો એકઠા થયા ને યુવક ને બચાવવા ભારે મથામણો કરી હતી ત્યારબાદ યુવકને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવક ને મૃત જાહેર કર્યો હતો.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર
				


