પાલનપુર ખાતે શ્રી એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ. પટેલ કોમર્સ કૉલેજમાં જિલ્લા કક્ષાની એન.એસ.એસ. મીટિંગનું આયોજન કરવામાં આવેલ
30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે શ્રી એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં તારીખ 29 ઓગસ્ટ 2024ના રોજ હે.ઉ.ગુ.યુનિવર્સિટીના એન.એસ.એસ વિભાગના કૉ.ઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ ઠક્કર અને શ્રી મિતેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક વર્ષ:- ૨૦૨૪-૨૫માં રાષ્ટ્રીય સેવા યોજના શાખા દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ અંતર્ગત ભાદરવી પૂનમ મેળાના સમયગાળા દરમિયાન અંબાજી મુકામે અને અંબાજીથી ૫૦ કી.મી સુધીના વિસ્તારોમાં એન.એસ.એસ ચલાવતી કૉલેજો સાથે મળીને સ્વચ્છતા અભિયાન પર જાગૃતિ માટે શું કરી શકાય ? એ વિષય સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવા અંગે જાણકારી આપવામાં આવી. જેમાં બનાસકાંઠા જિલ્લાની વિવિધ કૉલેજના NSS પ્રોગ્રામ ઓફિસરોએ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ.ચૌધરી એકતાબેન, ડૉ.હિરલબેન ડાલવાણીયા અને પ્રા.કાર્તિકભાઈ મકવાણાએ કર્યું હતું.




