DAHODGUJARAT

દાહોદ શહેરના કે.કે સર્જીકલ હોસ્પિટલ પાછળની ગળીમાં ખુલ્લી ગટરના કારણે રોગ ચાળો ફાટી નીકળવાનો ભય 

તા.૩૦.૦૮.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના બસ સ્ટેશન નજીક ખુલ્લી ગટરના કારણે રોગ ચાળો ફાટી નીકળવાનો ભય

દાહોદના બસ સ્ટેશન નજીક આવેલ કે.કે સર્જીકલ હોસ્પિટલની બાજુ વાળી ગળીમાં સાંસીવાડ વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યું છે છેલ્લા 14 વર્ષ પહેલાં જે સ્થિતિ હતી એ સ્થિતિ આજે પણ યથાવત છે તંત્ર ના તમામે તમામ અધિકારી અને કર્મચારીઓ પણ આ વાતથી વાકેફ છે આ વિસ્તારની આગળ દર્પણ રોડ પર સૌથી વધૂ સંખ્યામાં ખાનગી દવાખાના આવેલા છે અને આ હોસ્પિટલની પાછળ ખુલ્લી ગટર છે અને એ હોસ્પિટલોનું તમામ વેસ્ટ એ ગટરમાં જાય છે લાગતા વળગતા અધિકારી કર્મચારીઓને લેખીત અને મૌખિક રજુઆત કરી છે છતા આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી આ ખુલ્લી ગટરમાં આવતી દુર્ગંધ અને મચ્છરો તેમજ ઝેરી જીવ જંતૂઓના કારણે સ્થાનિકો બીમારીઓથી પીડાઈ રહ્યા છે.

અને સ્થાનિકો દ્વારા જણાવ્યા અનુસાર ગટરના દૂષિત પાણી સાથે પીવાના પાણીની પાઇપ લાઈનો ગટના પાણી સાથેજ છે લીકેજમાં પાણી મિક્ષ થશે તો ઝાડા ઉલ્ટી કમળો ટાયફોડ જેવા રોગો નીકળવાની સંભાવનાઓ રહેલી છે ઘરોમાં ડેન્ગ્યુના કેસો અને મેલેરિયા જેવા કેસો પણ વિસ્તારમાં વધી રહ્યા છે જેને લઈ વેહલામાં વહેલી તકે ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે એવી માંગ ઉઠી છે

Back to top button
error: Content is protected !!