
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં થોડા દિવસ પૂર્વે અનરાધાર વરસાદને કારણે જિલ્લાનાં કેટલાક રસ્તાઓ અસરગ્રસ્ત થયા હતા.જોકે ડાંગ જિલ્લાનાં સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવતા અને વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
ડાંગ જિલ્લાનાં સ્ટેટ માર્ગ-મકાન વિભાગ દ્વારા અનરાધાર વરસાદમાં પણ જેસીબી જેવા સાધનો સાથે રાખી ખડે પગે ઉભા રહી કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોએ તેમની કામગીરી બિરદાવી હતી.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે જિલ્લાનાં રાજય ધોરીમાર્ગ હસ્તકનાં અમુક રસ્તાઓ પર ભેખડો, માટીનો મલબો તથા વૃક્ષ ધરાશઈ થઈ પડી જવાની ઘટનાઓ બની હતી.ત્યારે ડાંગ જિલ્લાનાં સ્ટેટ માર્ગ મકાન વિભાગનાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એમ.આર.પટેલનાં માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનેર વી.આર.પટેલ,મદદનીશ ઇજનેરોમાં ગિરીશ પટેલ, ચિરાગ ગાયકવાડ,તથા પાર્થ કાનડેની ટીમ દ્વારા અનરાધાર વરસાદમાં પણ જીસીબી જેવા સાધનો સાથે ખડે પગે ઉભા રહી માર્ગ ખુલ્લા કરવા માટે સતત પ્રયત્ન કરીને કામગીરી કરવામાં આવી હતી.અને યુધ્ધનાં ધોરણે કામગીરી કરી માર્ગો પૂર્વરત રાખ્યા હતા.જેમાં અનરાધાર વરસાદમાં પણ વઘઈથી શામગહાન સુધીનો અંદાજીત 42 કિલોમીટરનો રસ્તો પ્રવાસી વાહન ચાલકો તથા માલવાહક વાહનોનાં અવરજવર માટે અકબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાનાં રાજ્ય ધોરીમાર્ગ હસ્તકનાં વઘઈથી શામગહાન,વઘઈથી આહવા, બારીપાડાથી મોટામાળુંગા ,આહવાથી ચીંચલી,આહવાથી સુબિર,જેવા માર્ગો પર અનરાધાર વરસાદમાં અમુક જગ્યાએ અસરગ્રસ્ત બન્યા હતા.પરંતુ હાલમાં જ વરસાદે વિરામ લેતાની સાથે જ ડાંગ જિલ્લાનાં સ્ટેટ ધોરીમાર્ગ વિભાગ દ્વારા તમામ માર્ગો પર નાના મોટા ખાડાઓ પર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.અને વાહન ચાલકો માટે રસ્તાઓ સુગમ બનાવતા આ તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે હાલમાં સરળતા રૂપ બન્યા છે.વધુમાં ડાંગ જિલ્લાનાં સ્ટેટ માર્ગ મકાન વિભાગ વઘઈ હસ્તકનો વઘઇથી શામગહાનને જોડતો 42 કિલોમીટરનો મહત્વનો અને આંતરરાજ્ય ધોરીમાર્ગ અનરાધાર વરસાદમાં પણ વાહન વ્યવહાર માટે અકબંધ રહેતા વાહન ચાલકો સહીત સ્થાનિકોએ ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એમ.આર.પટેલની ધનિષ્ટ અને સજાગ કામગીરીને બિરદાવી હતી..





