GUJARATJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ નાનામાં નાની ચીજ-વસ્તુ શોધી આપી લોકોને થઈ રહ્યા મદદરૂપ

રૂ. ૧૫૦૦/- ની કિંમતના Boat કંપનીના ઇયરબડ્સ ખોવાતા દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપ્યા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : શહેરના રહીશ હર્ષ સતિષભાઇ ડાભી જેઓ જેતપુરથી ઇકો ગાડીમાં બેસી જૂનાગઢ આવ્યા અને શહેરના ગાંધીચોક ખાતે ઇકો ગાડીમાંથી ઉતર્યા પરંતુ તેમની પાસે Boat કંપનીના રૂ. ૧૫૦૦ ની કિંમતના ઈયરબર્ડ હતા, તે ઈકો ગાડીમાં ભુલાયા હોય તેવું લાગતા તેને આસપાસમાં ઈકો ગાડીની તલાશ કરેલ પરંતુ ઈકો ગાડી મળેલ નહીં ત્યારબાદ હવે શું કરવું ? કાઈ સમજમાં નહોતું આવતું અને ખૂબજ ચિંતિત હતા, ત્યારે તેને અચાનક યાદ આવ્યું કે જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા દ્વારા લોકોની નાની મોટી ચીજ વસ્તુઓ, માલસામાન સહિત રોકડ શોધી આપવામાં મદદરૂપ થાય છે, જેથી એમણે આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હર્ષભાઇ ડાભી ગાંધી ચોક ખાતે જે ઇકો ગાડીમાંથી ઉતરેલ તે ઇકોગાડીનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી ઈકો ગાડીના નંબરના આધારે ઈકો ગાડીને શોધી તે ઇકો ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે ઇયરબડ્સ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હર્ષભાઇ ડાભીના રૂ. ૧૫૦૦/- ની કિંમતના Boat કંપનીના ઇયરબડ્સ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હર્ષભાઇ ડાભીએ જણાવેલ કે તેમને આ ઇયરબડ્સ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ ઇયરબડ્સ પોલીસે શોધી આપતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ લોકોની લાખો હજારોથી લઈને નજીવી કિંમતની વસ્તુઓ શોધી આપી જૂનાગઢ પોલીસ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરી રહી છે.

Back to top button
error: Content is protected !!