GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પાણીજન્ય રોગચાળાને અટકાવવા અગમચેતીના પગલાં લેતું તંત્ર

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી પૂરજોશમાં
Rajkot: રાજકોટ જિલ્લામાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદનું જોર ઘટ્યું છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. સાથેસાથે વરસાદે વિરામ લેતા રોગચાળો ફેલાવાના સંભવિત જોખમ સામે અગમચેતીના ભાગરૂપે તંત્ર આવશ્યક પગલાં લઈ રહ્યું છે.
જેના ભાગરૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પેઢલા, પોલારપર, ગઢાળીયા સહિતના વિવિધ ગામોમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવતા પાણીજન્ય રોગચાળાને અટકાવી શકાશે.




