અવિરત વરસાદ અને ગંભીર પૂરની પરિસ્થિતિ માં પણ જીઈબી, જેટકોના કર્મયોગીની સરાહનીય કામગીરી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : અતિ ભારે વરસાદ અને ત્યારબાદ પૂરની પરિસ્થિતિ વચ્ચે એસેટ મેનેજમેન્ટ ડિવિઝન માણાવદરના અંડરમાં આવતું ૬૬ કે.વી. પસવારી સબ સ્ટેશનમાં છેલ્લા ચાર દિવસથી કંટ્રોલરૂમમાં પાણી ભરાયેલ હોય “૦”પાવર હોય તેમ છતાં પણ 10 થી 15 ફૂટ પાણીમાં જેટકો ના કર્મયોગી સ્વીચ બોર્ડ ઓપરેટર લાડાણીભાઈ અને ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભાદરકાભાઈ આ પરિસ્થિતિમાં પણ કંટ્રોલ રૂમમાં રહી અને ફરજ બજાવેલ તેમજ દરેક સબ સ્ટેશનમાં ઓપરેટિંગ સ્ટાફ અને મેન્ટેનન્સ સ્ટાફ ખૂબ જ મહેનત કરેલ હોય આમ પ્રજાની સુખાકારી માટે તેમના જીવ જોખમમાં મૂકી પાંચ થી સાત ફૂટ પાણીમાં પણ જય અને અવિરત વીજ પુરવઠો ચાલુ રાખવા સતત પ્રયત્નશીલ રહેલ અને પ્રજાને કોઈ મુશ્કેલી ના પડે તે માટે રાત્રી સમય દરમિયાન પણ ફોલ્ટ રીપેર કરી અને વીજ પુરવઠો ચાલુ રાખેલ આ સમય દરમિયાન એસેટ મેનેજમેન્ટ માણાવદર ડિવિઝનના કાર્યપાલક ઇજનેર માંડણીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અવિરત ફરજ બજાવેલ અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના ડે. જનરલ સેક્રેટરી અરશીભાઈ રામ કર્મયોગીના સતત સંપર્કમાં રહી અને પ્રોત્સાહિત કરેલ તેમજ આમ જનતાએ જે સહયોગ આપ્યો એ બદલ કર્મયોગીઓ અને પ્રજાનો આભાર પ્રગટ કરેલ.



