GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

 

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

 

 

વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે વાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસેથી ઍક્સેસ મોપેડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી લેવામાં આવ્યો હતો, પોલીસે પકડાયેલ આરોપીના મોપેડની ડેકીમાંથી દારૂની એક બોટલ કબ્જે લીધી હતી જ્યારે વધુ ચાર બોટલ આરોપીના ઘર પાસે પાર્ક કરેલ વર્ના કારમાંથી મળી આવતા પોલીસે વિદેશી દારૂની કુલ પાંચ બોટલ, ઍક્સેસ મોપેડ તથા વર્ના કાર મળી કુલ ૧,૭૪,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપી જનાર આરોપીનું નામ ખુલવા પામતા તેને ફરાર દર્શાવી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસને બાતમી મળેલ કે વસીમભાઈ ઉર્ફે બાપુડી તેના ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એઈ-૮૦૫૫માં વિદેશી દારૂનો જથ્થો લઈ ચંદ્રપુરના નાલા તરફ આવવાનો હોવાની પ્રખર બાતમીને આધારે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત ઍક્સેસ મોપેડ લઈને આવેલ ઇસમને રોકી તેની તલાસી લેતા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી જ્યારે આરોપીની સંઘન પૂછતાછ કરતા આરોપી વસીમભાઈએ પોતાના રહેણાંક મકાન પાસે પાર્ક કરેલ વર્ના કારમાંથી વધુ ચાર દારૂની બોટલ કાઢી આપતા પોલીસે આરોપી વસીમભાઈ ઉર્ફે બાપુડી અબ્દુલભાઇ દીવાન ઉવ.૩૪ રહે.વાંકાનેર ગેલેક્સી સોસાયટીવાળાની અટકાયત કરી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો તેનો મિત્ર આરોપી ઇમરાન ઉર્ફે ભૂરો ઇબ્રાહિમભાઈ પઠાણ રહે. વાંકાનેર ચંદ્રપુરવાળો આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી ઍક્સેસ મોપેડ, વર્ના કાર તથા દારૂના જથ્થા સહિત કુલ રૂ.૧,૭૪,૨૫૦/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!