
વિજાપુર લઘુમતી વિસ્તાર મા ઉભરાતી ગટરો તૂટેલા રોડના પ્રશ્ને પાલીકા પૂર્વ પ્રમુખ સદસ્ય દ્વારા રજૂઆત કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના લઘુમતી વિસ્તાર માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો તૂટેલા રોડનો પ્રશ્ન વારંવાર લોકોમાં ચર્ચા નો વિષય બન્યો છે જેમાં સાંથ બજાર બંગલા મોમનવાડો ઊંડી શેરી છાપરીયા હુસેની ચકલો વ્હોરવાડ ચિસ્તીવાડા અશરફી ચોક સૈયદવાડો જાજન વાડો ગરીબ નવાઝ સોસાયટી આંજણા વાસ વડલી વાળો વાસ કસાઈ વાડો મહાબીબી ની ફળી શેખવાડો સહીત લઘુમતી વિસ્તાર માં પાલીકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોઈ વિકાસકીય કામો થયા નથી જેને લઇને જૂની બનાવેલી ગટરો તૂટી તેમાંથી ગંદુ પાણી બહાર આવી જાય છે કસ્બા વિસ્તાર માં સોની વાડા ની ગટર તૂટી જવાથી પાણી બહાર રોડ ઉપર વહેતુ થવાથી અહી ગંદકીએ માઝા મૂકી છે. ચબૂતરા વિસ્તાર ની ગટર નુ પાણી આંજણા વાસ ની ગટર નુ પાણી પણ બહાર રોડ ઉપર ફેલાઈ રહ્યું છે. ચિસ્તી વાડો દોશી વાડા રોડ ઉપર પણ રોડ ઉપર ગંદુ પાણી વહેતું હોવાથી અહીથી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ને પણ ઘણી પરેશાની ઉઠાવી પડે છે જેને લઈને પાલીકા ના પૂર્વ સદસ્ય પૂર્વ પ્રમુખ અસ્પાક અલી સૈયદે પાલીકા ચીફ ઓફિસર અલ્પેશ ભાઈ પટેલ સમક્ષ પ્રશ્ન નો નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લઘુમતી વિસ્તાર ના પડતર પ્રશ્નો નોજો પાલીકા આગામી દિવસો નિકાલ નહિ લાવે તો તમામ વિસ્તાર ના લોકો એક જૂથ થઈ પાલીકા મા ગાંધી માર્ગે પ્રશ્નો નિકાલ લાવવા પ્રયત્ન કરશે તેમજ આગામી સમયમાં મામલતદાર વહીવટ દાર જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી રેલી કાઢવા મા આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે પાલીકા સત્વરે લઘુમતી વિસ્તાર ની ચીફ ઓફિસર મુલાકાત લઈ ઉભરાતી ગટરો ના તૂટેલા રોડના પ્રશ્ન નો નિકાલ લાવે તેવી લોકો મા માંગ ઉઠવા પામી છે.






