બનાસકાંઠા જિલ્લા માં પ્રકૃતિના ખોળે આવેલ બાલારામ શિવધામ તેમજ આસપાસ અન્ય ધામનો અનન્ય મહીમા જોવા મળી રહ્યો છે
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર થી 16 કિલોમીટર અંતરે આવેલા એવા બાલારામ શિવધામ કુદરતી સૌંદર્યનો ભંડાર થી ભરેલું આ શ્રાવણ મહિનામાં દર સોમવારે શિવજીના દર્શન કરવા દૂરથી ભક્તોની ભીડ જામે છે મંદિરમાં ગર્ભ ગૃહમાં આવેલું ગૌમુખ માંથીઉપર હજારો વર્ષોથી ઝરણું શિવલિંગ ઉપર સ્વયંભૂ અભિષેક કરી રહ્યું છે જેના દર્શન કરી દર્શનાથી ઓ ભાવુક બની જાય છે શિવજી રીઝાવા ભક્તો વિવિધ અભિષેક તેમજ બીલીપત્ર અને પ્રસાદ ચડાવી મહાદેવનું ઓમ નમઃ શિવાયસ્મરણ અચૂક કરે છેબાલારામ નામ કેમ પડ્યું તેનું પણ લોકવાયકા મુજબ અહીં વર્ષો પહેલા પડેલા આસપાસ ગામના વિસ્તારોમાં છપ્પનીયા દુષ્કાળ દરમિયાન કેટલાક માલધારીઓ પોતાના ગામ છોડી આ બાલારામ પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમના બાળકોને તજી ભગવાન ભરોસે જતા રહ્યા હતા જ્યારે વરસાદ પડતા આ માલધારીઓ વતનમાં પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમના બાળકો હેમખેમ જોવા મળ્યા કહેવાય છે ભગવાન સ્વરૂપે કોઈ સાધુ આ બાળકોને ઉછેર કરી જીવિત રાખ્યા હતા જેને લઈને આજે પણ આ મંદિરનું નામ બાળકોને બચાવનારા એવા બાલારામ મહાદેવ નું નામ પડ્યું છે બાલારામ આસપાસ અનેક પ્રાચીન મંદિરો પણ આવેલા છે જેમાં ધાર માતા ધારા દેવી જેનો પણ ઇતિહાસ અલગ છે જેની નજીક કોચડીની ગુફા. હનુમાન મંદિર .દેવડા ની દેવી ચામુંડા માતા આ મંદિરો બાલારામથી એક પાંચ કિલોમીટર અંદર સંકળાયેલાં છે પ્રવાસીઓ આ સ્થળે પણ દર્શનનો લાભ લે છે આ શ્રાવણ મહિનામાં બાલારામ સહિત નજીકમાં આવેલા હાથીદરા હર ગંગેશ્વર મહાદેવ .કેદારનાથ મહાદેવ .બાજુથી જેવા મંદિરો પણ નજીકના સ્થળે ભક્તો દર્શન નો લાભ અચુક લેતા જોવા મળે છે.





