મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી.

મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી
અમીન કોઠારી મહીસાગર
રસ્તા ઉપર રખડતા ઢોર આખલાઓને કારણે વારંવાર અકસ્માત થાય છે ઘણીવાર કેટલા રાહદારીઓના વાહન ચાલકોના મૃત્યુ પણ થયા છે જેને અનુલક્ષીને આવનારા દિવસોમાં રખડતા ઢોરોને કારણે મુસાફર જનતાને નુકસાન મેળવવું ના પડે અને મોતના મુખમાં ધકેલાઈ જવું ના પડે તેના માટે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા અકસ્માત નિવારણ માટે રોડ ઉપર બેઠેલા ગાયો અને આખલાઓના છેડા ઉપર રેડિયમ રિફ્લેકટર લગાવવામાં આવી છે.
જેનું મુખ્ય કારણ એ છે કે રાત્રિના સમયે વાહનચાલકોને રસ્તો પર બેઠેલા પશુઓ દેખાતા નથી જેને કારણે ગંભીર અકસ્માત સર્જાય છે ઘણીવાર વાહનો પણ ગબડી જતા હોય છે અને અકસ્માત નોતરતા હોય છે તો આ રેડિયમ પટ્ટીના કારણે ગાડીની વાહનોની લાઈટ તેના શહેરા ઉપર પડે અને લાઈટ ચમકે તો ડ્રાઇવર અને ખ્યાલ આવી જાય કે સામે ઢોર જનાવર બેઠેલું છે તો તેને લઈને સર્જાતા ગંભીર અકસ્માતોને રોકવા માટેનો મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસે પ્રયાસ કરેલ છે.





