BANASKANTHAGUJARATPALANPUR
. સ્વ.શ્રી લેખરાજ હેમરાજ બચાણી સાહેબની દસમી પૂણ્યતિથિ નિમિત્તે મહર્ષિ ધ્યાનંદ સરસ્વતી વિધાલયના શાળાના સ્ટાફ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું .
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે. સ્વ. શ્રી લેખરાજ હેમરાજ બચાણી સાહેબની દસમી પૂણ્યતિથિ નિમિત્તે તારીખ 30 ઓગસ્ટ 24 ના સાંજે મહર્ષિ ધ્યાનંદ સરસ્વતી વિધાલયના પ્રાંગણમાં શાળાના સ્ટાફ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું . માન ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર , પાલનપુર નગરપાલિકા પ્રમુખશ્રી ચિમનભાઈ સોલંકી, સમાજના અગ્રણીઓ, બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ટ્રસ્ટ તથા શાળા પરિવારના સભ્યોએ હાજરી આપી . માન.ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને નગરપાલિકા પ્રખુખશ્રી ચિમનભાઈ સોલંકીએ સ્વ.બચાણી સાહેબને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી . ગુજરાત થરી માહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રીશ્રી નરેશભાઈ ચન્દાણી એ આમંત્રિત સર્વે મહેમાનોને આવકાર આપીને આભાર માન્યો. કાર્યક્રમના અંતે પુષ્પાંજલિ બાદ ભજન સત્સંગ નો કાર્યક્રમ સંપન્ન થયો હતો.