GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયાના વનાળીયા ગામે વરસાદને કારણે મકાનમાં થયેલ નુકશાનું વળતર ચૂકવવા સામાજિક કાર્યકર દ્વારા તંત્રને રજૂઆત

MALIYA (Miyana):માળિયાના વનાળીયા ગામે વરસાદને કારણે મકાનમાં થયેલ નુકશાનું વળતર ચૂકવવા સામાજિક કાર્યકર દ્વારા તંત્રને રજૂઆત
મોરબી પંથકમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ નુકશાની થવા પામી છે જેમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયતમાં આવતી સોસાયટીમાં કાચા મકાનોને નુકશાન થયું હોય જેથી સર્વે કરી સરકાર તરફથી વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે સામાજિક કાર્યકર રામજીભાઈ જેઠાભાઈ ચાવડા ઉર્ફે રમેશ ચાવડાએ તંત્રને રજૂઆત કરી જણાવ્યું છે કે માળિયા વનાળીયા ગ્રામ પંચાયતના માળિયા,વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર, શક્તિ સોસાયટી, ભીલ નગર સહિતના વિસ્તારમાં કાચા મકાન ધરાવતા લોકોને ભારે નુકશાન થયું છે ભારે વરસાદથી ગરીબ પરિવારોના કાચા નળિયા વાળા મકાનોમાં નુકશાન થયું છે અને પડી ગયા છે જેથી સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવાય તેવી માંગ કરી છે









