GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બાયપાસ રોડ ઉપર બાઇક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત, બે ઇસમો થયા ઈજાગ્રસ્ત.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૮.૨૦૨૪

હાલોલ બાયપાસ રોડ ઉપર જ્યોતિ સર્કલ પાસે એક એક્ટિવા ચાલક ને લવર મુછીયા બાઇક ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માત માં રોડ ઉપર પટકાયેલા એક્ટિવા ચાલક અને બાઇક ઉપર સવાર બે ને પાલીકાની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં એક્ટિવા ચાલકને માથામાં ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં અને બાઇક ચાલકને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.તાજપુરા ગામે રહેતા ઉદયસિંહ સામતસિંહ નામના વડીલ આજે તેઓના એક્ટિવા ઉપર તરખંડા ગામે ગયા હતા. જ્યાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા યજ્ઞ પૂજા માં દર્શન કરી હાલોલ આવ્યા હતા, હાલોલ નું કામ પતાવી તેઓ જ્યોતિ સર્કલ થી ગોપીપુરા વાળા રસ્તે તાજપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળ થી પુરઝડપે આવેલી એક બાઇક ચાલકે તેમને ટક્કર મારી રોડ ઉપર ફંગોડયા હતા. હાલોલ ગાયત્રી નગર માં રહેતો વસંત રાઠવા તેના મિત્ર જીગ્નેશ સાથે બાઇક લઈ પાવાગઢ તરફ ફરવા નીકળ્યો હતો.જ્યોતિ સર્કલ પાસે તે આગળ જતાં એક્ટિવા ની ઓવરટેક કરવા જઇ રહ્યો હતો તે દરમ્યાન તેની બાઇક પુર ઝડપમાં હોવાથી એક્ટિવાની ઓવરટેક કરે તે પહેલા તે સ્કૂટરમાં અથડાયો હતો.અકસ્માત થતા એક્ટિવા ચાલક તેમજ બાઇક ઉપર સવાર બંને યુવકો રોડ ઉપર પટકાતા તેઓને સારવાર માટે હાલોલ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સ્કૂટર ચાલક ઉદયસિંહ ને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે બાઇક ચાલક વસંત રાઠવાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.અકસ્માતની જાણ થતા ઇજાગ્રસ્તોના પરિવારજનો હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!