વિજાપુર આશ એજ્યુકેશન સેકન્ડરી સંચાલિત કેપી પટેલ સેકન્ડરી સ્કૂલના આચાર્ય કંદર્પભાઇ પટેલનો નિવૃત્તિ સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કે પી પટેલ સેકન્ડરી અને એસ યુ પટેલ ઉ મા શાળા વિજાપુર માં 35 વર્ષ સેવા બજાવીને આચાર્ય તરીકે વયનિવૃત થતા કંદર્પભાઇ એ પટેલ નો વયનિવૃતિ સન્માન શુભેચ્છા સમારોહ તા 31/08/2024 ને શનિવારના રોજ રામબાગ રાધાકૃષ્ણમંદિર હોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસ્થાના ધરોહર ડૉ એ કે પટેલ, ડી ઇ ઓ બી એન પટેલ જે પી પટેલ સાહેબ,ટ્રસ્ટી બીકે પટેલ તેમજ
ચંન્દ્રકાન્તભાઇ,રાજુભાઇ,અશોકભાઈ ,તાલુકા જિલ્લાના સંગઠનમિત્રો,અધિકારીઓ, આચાર્ય,મહેમાનો,શિક્ષકગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો .વિવિધ શાખાઓના શિક્ષકગણે અને મહેમાનોએ આચાર્ય ને સન્માનપત્ર,મોમેન્ટો અને શાલ અર્પણ કરી શુભેચ્છાઓ અને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતાં સમગ્ર કાર્યક્રમનું ઉત્તમ સંચાલન શાળાના શિક્ષકમિત્રો તથા ઉદ્દધોષક ગૌતમભાઇ એચ રાવલે કર્યુ હતુ