AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા એલસીબી પોલીસે ગણતરીનાં દિવસોમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સાપુતારા પોલીસ મથક વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ 60 હજારની કિંમતનો મોબાઇલ ચોરી થયો હતો.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ PSI કે.જી.નિરંજનનાં માર્ગદર્શન હેઠળ ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી છે.સુરત શહેરનો એક પરિવાર થોડા દિવસ અગાઉ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો.ત્યારે સાપુતારા ટેબલ પોઈન્ટ પર ભીડનો ગેરલાભ લઈ આ પ્રવાસીનાં ખિસ્સામાંથી 60 હજાર ની કિંમતનો મોબાઇલ ચોરી કરવામાં આવેલ હોવાની ફરિયાદ સાપુતારા પોલીસ મથકે નોંધાઈ હતી.જે બાદ ડાંગ જિલ્લા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે ડાંગ જિલ્લા એલસીબીનાં પી.એસ.આઇ. કે.જે.નિરંજનનાં માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે પણ ચોરીનો ભેદ ઉકેલવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી કે, સાપુતારા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સાપુતારા નવાગામ ખાતે રહેતા જગદીશભાઈ સંજયભાઈ  ગાંગોર્ડે પાસે છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ જગદીશભાઈ ગાંગોર્ડેની અટકાયત કરી હતી.તેમજ ચોરીનો મોબાઈલ ફોન પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!