Rajkot: આગામી તા. ૦૯ થી તા. ૧૧ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ શહેરકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ શહેર દ્વારા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનુ આગામી તા. ૦૯ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ અને બાલ ભવન, રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કલાકાર ભાઈઓ/બહેનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધકોએ સમયસર હાજર રહેવાનું રહેશે.
રાજકોટ શહેરકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા કાર્યક્રમ તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૯ : ૦૦ કલાકે, મુખ્ય સ્ટેજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે લોક નૃત્ય, બપોરે ૦૨: ૦૦ કલાકે, મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે સમુહગીત તથા સવારે ૯ : ૦૦ કલાકે મીની થીયેટર, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે લોકવાદ્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે.
આગામી તા. ૧૦/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૯ : ૦૦ કલાકે મુખ્ય સ્ટેજ. હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે લગ્નગીત, સવારે ૯ : ૦૦ કલાકે, મીની થીયેટર, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે લોકવાર્તા અને સવારે ૧૦ : ૦૦ કલાકે, મીની થીયેટર, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે દોહા-છંદ-ચોપાઇનો કાર્યક્રમ યોજાશે.
આગામી ૧૧/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૯ : ૦૦ કલાકે મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે એકપાત્રીય અભિનય, સવારે ૮:૦૦ કલાકે, મીની થીયેટર, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે લોકગીત સવારે ૧૦ : ૦૦ કલાકે, મીની થીયેટર, હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે ભજન તથા બપોરે ૧૨:૦૦ કલાકે, મીની થીયેટર, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે વકતૃત્વ સ્પર્ધા સશિતના કાર્યક્રમો યોજાશે. જ્યારે બાલ ભવન, રેસકોર્ષ, રાજકોટ ખાતે સવારે ૦૯ : ૩૦ કલાકે ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી અને નિબંધ સ્પર્ધા યોજના યોજાશે તેમ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.



