GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી લીલાપર ગામ વચ્ચેનો વર્ષો જૂનો પુલના બે કટકા થઈ ગયા

MORBI:મોરબી લીલાપર ગામ વચ્ચેનો વર્ષો જૂનો પુલના બે કટકા થઈ ગયા
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાના આગમન બાદ હાલ મેધરાજાએ વિરામ લીધો છે. ત્યારે મોરબીથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો જે બપોરના સમયે તૂટી જવા પામ્યો હતો. જો કે આ પુલના તૂટી જવાને કારણે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ વર્ષો જૂનો પુલ ધરાસાઈ થઈ બે કટકા થઈ ગયો હતો. જે પુલ તૂટવાની ઘટના બનતા મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે હાલ લીલાપરથી મોરબી વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાવી વાહન વ્યવહારને ડાયવર્ટ કર્યો છે.







