સિલ્વર બેલ્સ સ્કુલ, જગાણા રોડ, પાલનપુર ખાતે ગત શનિવારના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જોરાવર પેલેસ, પાલનપુર તથા ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી ના સંયુક્ત ઉ૫ક્રમે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી ઉપસ્થિત હેડ કોન્સ્ટેબલશ્રી શૈલેષભાઇ લુવા તથા કોન્સ્ટેબલશ્રી ભરતપુરી ગોસ્વામી નાઓએ સાયબર ફ્રોડના વિવિધ બનાવોમાં ફાઇનાન્શિયલ ફ્રોડ તેમજ સોશિયલ મિડીયા લગત બનતા તમામ બનાવો, સાયબર સિક્યુરિટી અને એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ તેમજ સાયબર ફ્રોડના બનાવો બાબતે શું શું તકેદારી રાખવી તેની વિસ્તૃત માહિતી આપેલ. આ સાયબર સંવાદમાં ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટીના પ્રમુખ શ્રીમતી બીના વકીલ, સેક્રેટરી નિલમ શાહ તથા કલબના અન્ય સભ્યો ઉપરાંત સિલ્વર બેલ્સ સ્કુલના ટ્રસ્ટીશ્રી ભગવાનભાઇ પટેલ, શ્રી શિવરામભાઇ, આચાર્યા રચનાબેન ભાસ્કર, સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતા આશરે ૨૫૦ થી વધુ વિદ્યાથીઓ હાજર રહેલ હતા. આ સાયબર સંવાદમાં હેડ કોન્સ્ટેબલશ્રી શૈલેષભાઇ લુવા નાઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા રમુજી અંદાજમાં એક શિક્ષક કરતાં પણ સારી રીતે પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સુંદર સમજૂતી આપેલ તેમજ જો કોઇની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા સારૂ તમામને અપીલ કરી હતી.આ સાયબર સંવાદ લગત યોજાયેલ માહિતી સભર કાર્યક્રમ ખરેખર ખૂબ જ ઉપયોગી રહ્યો.
«
Prev
1
/
68
Next
»
સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો