શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરનું ઉમદા કાર્ય

2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
ગુજરાત ફાયર પ્રિવેન્સ ઍન્ડ લાઈફ સેફ્ટી એક્ટ 2013/14 ની જોગવાઈ મુજબ તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળની દીર્ઘદૃષ્ટિથી અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમમાં અભ્યાસ માટે સરળતાથી આવન-જાવન કરી શકે તે હેતુથી કેળવણી મંડળે આદર્શ વિદ્યાલય, વિસનગરમાં ભૌતિક સુવિધામાં વધારો કરી અન્ય બીજી નવીન સીડીનું નિર્માણ કરેલ. જેને આજરોજ તા-2/9/2024 ના રોજ શાળાના સુપરવાઈરશ્રી રાજુભાઈ પરીખના વરદ્હસ્તે શ્રીફળ વધેરી તથા શાળાની બાલિકાઓ સૈયદ આલ્મીન મયુદ્દિન તથા પઠાણ હુમાબાનુ તૌસિફખાન ના વરદ્હસ્તે રીબીન કપાવી નવીન સીડીને વિદ્યાર્થીઓના આવન-જાવન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. સીડીને શણગારવામાં શિક્ષિકા શ્રીમતિ રંજનાબેન તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આમ કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયેલ છે. તથા ઉપરોક્ત કાર્યક્રમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોની જહેમતથી દીપી ઉઠ્યો હતો.





