હાલોલ:કલરવ શાળામાં શ્રીમદ ભગવત ગીતા શ્લોક પઠન ની પ્રતિસ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૯.૨૦૨૪
તારીખ 2/9/2024 ને સોમવારના રોજ કલરવ શાળામાં ચિન્મય મિશન વડોદરા દ્વારા શ્રીમદ ભગવત ગીતા ના પાંચમો અધ્યાય કર્મ સન્યાસ યોગ ની પ્રતિયોગીતા યોજવામાં આવી હતી.આ પ્રતિયોગીતા પૂજ્ય સ્વામી દિવ્યેશાનંદજી, હાલોલ ના પ્રખર વિદ્વાન બાબુ કાકા શાસ્ત્રી અને રોહિતભાઈ દવે,શાળાના આચાર્ય કલ્પનાબેન જોષીપૂરા તેમજ શાળાના ટ્રસ્ટી હાર્દીકભાઈ જોષીપૂરાના સાનિધ્ય અને ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામીજીના આશીર પ્રવચન ખૂબ જ હૃદય સ્પર્શી રહ્યા હતા.જેમાં તેમને ભારતની એકતા ની વાત કરી હતી.એકતામાં શક્તિ છે જો ભારતને વિશ્વ ગુરુ બનવું હશે તો તેને એકતા રાખવી જ પડશે .આ વાત તેમને ખૂબ જ સારી રીતે સમજાવી હતી.આ પ્રતિયોગીતામાં કે.જી વિભાગ અને ધોરણ 1 થી 12 ના ગુ. મા. અને અં. મા. માંથી 326 વિદ્યાર્થીઓ તેમજ શાળાના 11 શિક્ષકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ સુંદર રીતે શ્રીમદ્ ભગવત ગીતાના શ્લોકોનું ગાન અને પઠન કર્યું હતું. ચિન્મય મિશન દ્વારા દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આમ આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી તેમજ શિક્ષકોને શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.










