
નાંદોદના પોઈચામાં ખેતરની જામીન બાબતે થયેલ ઝગડામાં દંપતી ઉપર હુમલો કરનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ
રાજપીપલા : જુનેદ ખત્રી
પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી રમણભાઇ છોટાભાઇ બારીયા તથા તેમની પત્ની સાથે પોઇચા ગામની સીમમાં પોતાના ખેતરે કામકાજ કરતા હતા તે વખતે આ કામના આરોપીઓ તેમની પાસે આવી ફરીયાદીને કહેવા લાગેલ કે તમારા ખેતરમાં ત્રણેક ફુટ જેટલી અમારી જમીન આવેલ છે જેથી અમોએ ઘાસના ડિંન્ડા રોપેલ છે જે ઘાસના ડીન્ડાની હદ છોડીને તમારે અમારા ખેતરની હદ બાજુ આવવુ નહી તેમ કહી ફરીયાદી તથા ફરીયાદીની પત્ની સાથે બોલાચાલી ઝઘડો કરી આરોપી ૧) રણછોડભાઈ જેઠાભાઈ બારીયા નાઓએ તેમના હાથમાં રહેલ વાંસની લાકડીથી ફરીયાદીને માથામાં મારી ઈજા કરેલ તથા આરોપી (૨) ભરતભાઈ રણછોડભાઈ બારીયા નાઓએ તેમના હાથમાં રહેલ વાંસની લાકડીથી ફરીને ડાબા હાથની કોણીથી નીચેના ભાગે તથા ડાબા પગમાં સાથળના ભાગે મારી ઈજાઓ કરી તથા આરોપીનં (૩) શુશીલાબેન ભરતભાઈ બારીયા નાઓએ ફરીયાદીની પત્નીને ગદડા પાટુનો માર મારી ઈજાઓ કરી આ કામના તમામ આરોપીએ ફરીયાદીને તથા ફરીની પત્નીને મન ફાવે તેવુ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે રાજપીપળા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે



