BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચની દહેજ ઊધોગિક વસાહતમાં RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ લાગતા કામદારોમાં દોડધામ મચી

ભરૂચની દહેજ ઊધોગિક વસાહતમાં RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.આગની ચપેટમાં કંપની બહાર ઉભેલુ વાહન પણ આવતા ભડકે બડયું હતું.આગની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની મસ્કતમાં લાગી ગયા હતા.

ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે.સોમવારના રાત્રીના દહેજ GIDC માં આવેલી RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી છે.આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી.આગનો મેજર કોલ મળતાં જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ GIDC ગૂંજી ઉઠી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા.આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી.આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના ગામોમાં જાણે ધરતીકંપ થયો હોય તેવા એહસાસ સાથે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં.જોકે ક્યાં કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાની નોંધાઇ છે કે નહિ તે હાલમાં જાણી શકાયું નથી.

દહેજમાં આવેલી RGPP નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રીના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી.આગ અંગે મેજર કોલ જાહેર થતા જ 15 જેટલા ફાયર બ્રિગેડે સ્થળ પર દોડી આવી લગભગ બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ અંગેની જાણ થતાં જ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ કરી રહ્યા છે.જોકે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનીની.માહિતી સામે આવી નથી.

રિપોર્ટર: સમીર પટેલ
ભરૂચ

Back to top button
error: Content is protected !!