
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શામળાજી – રેલ્લાંવાડા સવારની બસ સેવા રેલ્લાંવાડા સ્ટેન્ડે આવતી નથી, પુલ પાસેથી પરત જતા મુસાફળો મુશ્કેલીમાં
મેઘરજ તાલુકામાં એસટીના કર્મચારીઓ પોતાના ઘરે જવા માટે ઝડપથી પહોંચવા માટે બસો ને અધવચ્ચેથી જ પરત લઇ જતા મુસાફરોની ખબર પડતી નથી કે બસ આવી કે નહીં મળતી માહિતી મુજબ વિગત એવી છે કે શામળાજી બસ સવારે 07:15 વાગ્યે ઉપડીને વાઘપુર સરકીલીંબડી જઈને સીધી રેલ્લાંવાડા 7: 45 વાગે આવે છે પરંતુ પુલ પાસે ત્રણ રસ્તે થી તુરંત જ પાછી વળી જાય છે રેલ્લાંવાડા ગામ વચ્ચે સ્ટેન્ડ છે ત્યાં જાય તો મુસાફરો 24 રૂપિયામાં થી શામળાજી સરળતાથી જઈ શકે છે પરંતુ પુલ પાસે ત્રણ રસ્તે થી પાછી જતા મુસાફરો સ્ટેન્ડ ઉપર હોય છે તેમને શું ખબર આ બસ ચાલુ છે કે નહિ બસ સેવા ચાલુ કરાવનાર પણ અફસોસ વ્યક્ત કરે છે બસ ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ છે પરંતુ નિયત સ્ટેન્ડ જાય તો સારું આ અંગે વિભાગના નિયામક ચોક્કસાઈ કરી બસ અંગે માહિતી મેળવી જે તે સ્ટેન્ડ સુધી બસ ચાલુ કરાવે તેવી માંગ સેવાઈ રહી છે




