જેતપુરમાં પોષણ માહ ની ઉજવણી અંતર્ગત રેલી યોજી મહિલાઓ થતા બાળકોને પોષણ સંદેશો આપ્યો
તા.૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot,Jetpur: ગુજરાત સરકાર દ્વારા 1 થી 30 સપ્ટેમ્બર સુધી ‘‘પોષણ માસ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જેતપુર શહેરમાં વિરાશક્તિમાં આગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી આઈ.સી.ડી.એસ ના મુખ્ય સેવિકા શ્રીહેતલબેન શાહના અધ્યક્ષસ્થાને થઇ હતી.
રાજય સરકાર દ્વારા 1 થી 30 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ માહ નું ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જેતપુર શહેરમાં વીરાશક્તિમાં આવેલ આગણવાડી કેન્દ્ર ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ માહ નું ઉજવણીના ભાગ રીતે સગર્ભા માતા,ધાત્રી માતા તથા બાળકો ને પોષણ સમઆહાર વિશે માહિતી આપી હતી.તમામ લોકો ને પોષણ ના શપથ લેવડાવયા હતા.તેમજ રેલી યોજી મહિલાઓ થતા બાળકો ને પોષણ સંદેશો આપ્યો હતો
પોષણ યુક્ત આહાર થી બાળકો થતા મહિલાઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત- સાક્ષર ભારત- સશક્ત ભારત ના સૂત્ર ને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો 1 માસ દરમિયાન કરવામાં આવશે.