GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાવનગર -રાજકોટ હાઈવે પર આટકોટ, બલધોઈ, દડવા, વિરનગર ખાતે રસ્તા રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

તા.૨/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ જન જીવન પૂર્વવત કરવા માટે હાઇવે સાથે જોડાયેલા ગ્રામ્ય માર્ગો અગ્રીમતાના ધોરણે રીપેર કરાવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભારે વરસાદ બાદ રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન (પંચાયત), નેશનલ હાઇવે તેમજ નગરપાલિકાઓ દ્વારા રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ થઈ જાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત સરકારી વિભાગોને સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ હાલ ભાવનગર રાજકોટ હાઇવે નાના આટકોટ, બલધોઇ, વિરનગર, દડવા, હમીરપુર વગેરે ગામોની આસપાસ રસ્તામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનની મરામત સહિતના વિવિધ વિસ્તારના રસ્તાઓ રીપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!