Rajkot: પડધરી તાલુકામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા કલોરીનેશન, ડસ્ટીંગ સહિતની કામગીરી

તા.૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં રોગચાળો નો ફેલાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પડધરી તાલુકામાં આરોગ્ય ટીમ તરફથી રોગ અટકાયતી કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
પડધરી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરપદડ, ખોડાપીપર, સાલપીપળીયા હેઠળના તમામ ગામોમાં મચ્છર જન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગચાળો જેવા કે ઝાડા, ઉલટી, કમળો, કોલેરા જેવા રોગો ન ફેલાય તે માટે આરોગ્યની ટીમ દ્વારા પાણીનું ક્લોરીનેશનની કામગીરી તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથોસાથ ગામમાં માખી, જીવજંતુઓનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ ડસ્ટિંગ કામગીરી કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ જરૂરિયાત ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે ઘરમાં વાપરવાના પાણી સ્ત્રોત ટાંકા, ટાંકી, બેરલ અન્ય પાણીના પાત્રમાં એબેટ કામગીરી, એન્ટી લાર્વા અટકાયાથી કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્યલક્ષી તમામ કામગીરીનું મોનિટરિંગ તાલુકા હેલ્થ ઓફિસર ડો વી.વી.ગોરીયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરપદડ, ખોડાપીપર, સાલપીપળીયાના મેડિકલ ઓફિસર શ્રી દ્વારા કરવામાં આવેલ છે. તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી આર.બી.ગોસાઈ દ્વારા ટીમનું મોનીટરીંગ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર એમ.પી.એચ.ડબ્લ્યુ., એ.એચ.ડબ્લ્યુ., આશા વર્કર બહેન દ્વારા આ કામગીરી સારી રીતે કરવામાં આવેલ છે.





