Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે તા. ૮મી સપ્ટેમ્બર સુધી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરાશે

તા.૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આંખના દાતા બની મૃત્યુ બાદ પણ સમાજને ઉપયોગી બનીએ
Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે ૨૫મી ઓગસ્ટથી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. જે ૮મી સપ્ટેમ્બર સુધી યોજાશે. આ પખવાડિયા દરમિયાન નેત્રદાનનું મહત્વ સમજાવી લોકોને નેત્રદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ પખવાડિયામાં માહિતીપ્રદ સત્રો સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં વર્કશોપ, અને નેત્રદાન ડ્રાઈવ મુખ્ય છે, જેનો હેતુ લોકોને નેત્રદાન અંગે શિક્ષિત કરવાનો છે.
નેત્રદાનના મહત્વ વિશે લોકોને સમજાવી જરૂરિયાતમંદોને દૃષ્ટિ પુનઃસ્થાપિત કરવી, સેમિનાર દ્વારા લોકોને જોડીમાહિતીપ્રદ સામગ્રીનું વિતરણ તથા નેત્રદાનની પ્રક્રિયા અને ફાયદાઓ પર સત્રોનું આયોજન કરવું,
લોકોને આંખના દાતા તરીકે પ્રેરિત કરવા, વગેરે જેવા પહેલ કરનારા કાર્યક્રમો થકી દરેક વ્યક્તિ આ પ્રવૃત્તિઓમાં જોડાય, તેવી અપીલ જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ દ્વારા કરાઈ છે.





