GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:નગરપાલિકા રદ કરી પુનઃ પંચાયત કાર્યરત કરવા ટંકારા ગામ સમસ્ત મહારેલી યોજાશે
TANKARA:આગામી તારીખ ૦૪-૦૯-૨૦૨૪ બુધવારના રોજ નગરપાલિકા રદ કરી પુનઃ પંચાયત કાર્યરત કરવાની માગ સાથે ટંકારા ગામ સમસ્ત દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મહારેલી સાથે મામલતદારને આવેદન આપવામાં આવશે.
આ મહારેલીમાં વધુ ને વધુ ટંકારાવાસીઓને જોડાવવા ટંકારા ગામ સમસ્ત દ્વારા અપીલ કરવામાં આવી છે.

ટંકારા ૧૦ થી ૧૨ કલાક સુધી દયાનંદ ચોકથી મહારેલીનું પ્રસ્થાન થશે. ટંકારા ગામ સમસ્તનું કહેવું છે કે, નગરપાલિકા સત્તાપક્ષ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હોય હાલ વસ્તીની દ્રષ્ટિએ કે અન્ય કોઈપણ દ્રષ્ટિકોણથી ગામ નગરપાલિકાના દાયરામાં આવતું ન હોય તેમજ ગ્રામજનોના પ્રશ્નોને વાચા ગ્રામ પંચાયત આપી શકે છે. તેથી નગરપાલિકા હટાઓ ગામડા (ગામ) બચાવોના નારા સાથે નગરપાલિકાના વિરોધમાં મહારેલીનું આયોજન કરાયું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




