છોટાઉદેપુર ના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી દર્શન કરવા જવા રવાના થયા .
છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી માં આદ્યશક્તિ ના દર્શન અર્થે માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના થયા હતા.ત્યારે બોલ માડી અંબે જય જગદંબે ના નાદ થી નગરનું વાતાવરણ પણ ગુજી ઉઠ્યું હતું
છોટાઉદેપુર થી છેલ્લા ઘણા વર્ષથી નિયમિત જતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ છોટાઉદેપુર થી પગપાળા રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને ગામ લોકો દ્વારા વાજતે ગાજતે અને ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે આદ્યશક્તિ પદયાત્રા સંઘને અંબાજી તરફ રવાના કરવામાં આવ્યો હતો.જ્યારે છોટાઉદેપુર થી 350 કિલોમીટર ભક્તો પગપાળા ચાલીને અંબાજી પહોંચશે અને આ સંઘ અંબાજી ખાતે ભાદરવી અગિયારસના દિવસે ભક્તિભાવ સાથે ગબ્બર ઉપર માં અંબાના દર્શન કરી અંબાજી મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિ ભાવ સાથે દર્શન કરી પરત ફરશે. છોટાઉદેપુર થી નીકળતો શ્રી આદ્યશક્તિ પદયાત્રા સંઘ દર વર્ષે અંબાજી જાય છે જેમાં છોટાઉદેપુર થી અંબાજી ના રસ્તામાં ઉપર આવતા 10 જેટલા ગામોમાં રાત્રી વિસામો લેશે જ્યારે રાત્રીના સમયે મા અંબાની આરાધના તથા ગરબા અને ભજનો કરવામાં કરશે વખાણવા લાયક વાત તો એ છે કે હાલમાં ઉપાડતા સંઘ માં યુવાનો યુવતીઓ પણ જોડાય છે .