CHHOTA UDAIPURNASAVADI
		
	
	
નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી નિકાલ ના થતાં 200 એકર જમીનનો પાક નષ્ટ

મૂકેશ પરમાર ,,નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં 5 દિવસ પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે પાક બળી જવાની કગાર પર આવી ગયો છે.નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો.જેના કારણે કપાસના છોડ છોડ હવે બળી ગયા છે.અંદાજિત 200 એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો.જે આ વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે પાણીનો નિકાલ થતો નથી.આ ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે.ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા દેવું કરીને લાવતા હોય છે.આ પાક બળી જવાની કગાર પર આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનું સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

				



