
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગાંધીનગર મેઘરજ બસ નો રૂટ બદલાયો કે શું..? મુસાફરો ને હાલાકી,20 વર્ષથી ચાલતી બસ છેલ્લા ચાર -પાંચ દિવસથી કેટલાક ગામમાં નથી આવતી
એસટી હમારી સલામત સવારી નું સૂત્ર એસટીના વડાઓએ ભૂસી નાખ્યું હોય તેવું લાગે છે જનતાને સરળતાથી ઓછા ભાડામાં મુસાફરી થાય તે માટે રાજ્ય સરકારનો અભિગમ સારો છે પરંતુ રસ્તા ખાડાના બહાને મનસ્વી રીતે બસ નો રૂટ બદલી નાખતા પ્રજા હેરાન થવા લાગી છે વિગત એવી છે કે જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર છેલ્લા 20 વર્ષથી ગાંધીનગર બસ પ્રાતીજ ડેપોથી ચાલે છે નિયમિત છે સ્ટાફ પણ સારો છે આવક પણ સારી છે પરંતુ હમણાં બસ સાંજે ઇસરી થી સીધી રેલાવાડા જાય છે અને સવારે રેલ્લાંવાડા થી સીધી ઈસરી જાય છે જેથી ગેડ ચોકડી તરકવાળા જીતપુર ખાખરીયા ગામ જે માત્ર એક કિમી ના અંતરમાં છે જ્યાંથી બસ 20 વર્ષથી નિમિત દોડતી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી રુટ બદલાતા હિંમતનગર ચિલોડા અને ગાંધીનગર સેવા કરવાવાળા ને અન્ય સાધનોનો આશરો લેવો પડે છે અને મોંઘુ પડે છે આ અંગે જાગૃત નાગરિક દ્વારા ડેપો મેનેજર નો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે કિમી વધી જાય છે તેવું જણાવેલ ૨૦ વર્ષથી કિમી વધતા ન હતા અને આજે વધે છે જે ગેર વ્યાજબી છે એક કિમી વધારે ગણીને તાત્કાલિક બસ પુનઃ રસ્તા ઉપર ચાલુ થાય તેવી માગણી છે




