પિલૂચા હાઈસ્કૂલ ખાતે વડગામ તાલુકા યુવા ઉત્સવ યોજાયો

3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી શાહ કે. એચ.હાઈસ્કૂલ ખાતે ૫૫ મો વડગામ તાલુકા યુવા ઉત્સવ તારીખ 30 સપ્ટેમ્બર 24 ના રોજ ઉજવાયો જેમાં ઉદઘાટન સમારોહ પ્રસંગે બ.જી.શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશભાઈ પટેલ,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોની,ગુ.રાજ્ય આચાર્ય સંઘ પ્રવક્તા શ્રી ઉમેશભાઈ પટેલ, બ.કાં.જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રીહરેશભાઈ ડાભી અને મહામંત્રી શ્રી બળવં તભાઈ રાવળ,વહીવટી સંઘ ના પ્રમુખ શ્રી આનંદભાઈ ત્રિવેદી,તાલુકા સાંસ્કૃતિક કન્વીનર શ્રી રાકેશભાઈ પ્રજાપતિ તથા ચારેય કયુ. ડી સી.ના આચાર્યશ્રીઓ,નિર્ણાયક,જિલ્લાના આચાર્યશ્રીઑને શાળા ના આચાર્ય શ્રી મુકેશભાઈ મોઢ દ્વારા પુષ્પગુચ્છ અને પુસ્તક થી સ્વાગત કરવામો આવ્યું.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેશભાઈ પટેલ સર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે અસરકારક દૃષ્ટાંતો રજૂ કરીને કલા અને સંસ્કૃતિની પ્રતીતિ કરવી હતી અને યુવક મહોત્સવ ખુલ્લો મુકવામો આવ્યો.ત્યારબાદ લોકગીત,ભજન ,હળવું કંઠ્ય,એકપાત્રિય અભિનય,લગ્નગીત,સમુહગીત, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધસ્પર્ધા,ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી,શાસ્ત્રીય નૃત્ય,લોકવાધ્ય સંગીત, તબલા, મૃદંગમ, વગેરે સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યુ.આ વખતે તમામ સ્પર્ધક ને કોડ નંબર આપી ને અલગ આયોજન કરવામા આવ્યુ હતું. છેલ્લે સમાપન સમારંભ માં પોતાની કુશળતા પ્રાપ્ત કરનાર ને પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત કરવાનો આવ્યા.આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મંડપ અને ભોજન ના દાતા સ્વ.નટવરલાલ એન. બારોટ( પિલુચા કેળવણી મંડળ ના પૂર્વટ્રસ્ટીશ્રી) ના પુત્ર નિખલભાઈ બારોટ અને તેમના ધર્મપત્નિને શાળા ના આચાર્યશ્રી દ્વારા સાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરીને આભાર માન્યો હતો.સમગ્ર સ્ટેજ સંચાલન ગીરીશભાઈ પી.વણસોલા અને નયનાબેન ઍ.પટેલ દ્વારા કરવામા આવ્યુ હતું.





