GUJARATSAYLA

ધાંગધ્રાના ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકસાન.

ધાંગધ્રાના ખેડૂતોએ સરકાર પાસે કરી વળતરની માંગ.તમામ ખેતરોમાં પાણી ફરી વળતા લોકોને લાખોનું નુકસાન.ખેડૂત આગેવાન રમેશભાઈ મેર ની ટીમે કરી રૂબરૂ સ્થળ ની મુલાકાત.

સુરેન્દ્રનગર નાં કિશન સંગઠનના આગેવાન રમેશભાઈ મેર,દીપકભાઈ ,ચિંતનભાઈ ,ધરમશીભાઈ તથા રાજભા ઝાલા દ્વારા આજરોજ ધાંગધ્રા તાલુકાના અનેક ગામો જેવા કે મોટા અંકેવાળીયા, વખતસિંહના, રામપરા નારીચાણા, રાવળીયાવદર અને રખઈ ગામના ખેડૂતો ની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી અને તેમના ગામની પરિસ્થિતિ વરસાદના પાણીના કારણે કેટલું નુકસાન થયેલ છે તેની સ્થળ વીજીટ કરી મીડિયા ના માધ્યમ થી સરકાર સુધી તમામ ખેડૂતો ની રજૂઆત પોહચે તે પ્રમાણે લોકો આશા રાખી રહ્યા છે.

અહેવાલ, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!