GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા મા પરિવારમાં ચાલતા જમીનના વિવાદને લઈ ઉભા પાકને ખેડી નખાતા ફરિયાદ…

સાબરકાંઠા….

પરિવારમાં ચાલતા જમીનના વિવાદને લઈ ઉભા પાકને ખેડી નખાતા ફરિયાદ…

કાકા ભાભા નાં દીકરા તેમજ પુત્રવધૂ વરચે મારામારીમાં ચાર સામે રૂલર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ…

તસ્વીર:-

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ભાદરડી ખાતેનાં જૂના સર્વે નં 127-2 ખેતરમાં વાવેલા કપાસના ઉભા પાકને ટ્રેકટર વળે ખેડી નાખતા પરિવારમાં વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ હિંમતનગરના ભાદરડી ખાતે રહેતાં અને ખેત મજૂરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા દિલીપભાઈ રતનાભાઈ પટેલ પોતાનાં બાપ દાદા વખતની જમીનમાં ખેતીપાકનો વ્યવસાય કરે છે. ફરિયાદીના મોટાબાપા નાં દીકરાઓ ઉશ્કેરાઈ જઈ ખેતરમા વાવેલા કપાસના ભાવ પાકને ખેડી નાખતા બબાલ મચી હતી. જમીનને લઇ કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાંય આરોપી એક સંપ થઈ બે ટ્રેકટર સાથે ભાદરડી ગામમા પહોંચ્યા હતા. ખેતરમાં બે ટ્રેકટરો સાથે ઉભા પાકને નુક્સાન કરતા ઈસમોને ધ્યાને લઈ દિલીપભાઈએ પોતાનાં ધરે ટેલીફોનીક વાતચીત કરી ખેતરમા થતાં નુકસાન અંગેની જાણ કરી હતી. જેમાં ફરિયાદીની પુત્રવધૂ તેમજ પુત્ર ખેતરમા પહોચી ભાભા નાં દીકરા ઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જૉકે સમજાવટ બાદ પણ ઉશ્કેરાયેલા ચાર ઈસમોએ પુત્રવધૂ તેમજ ફરિયાદી પર લાકડી વળે હુમલો કરી નાની મોટી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી ધટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે આં અંગેની ફરીયાદ હિમતનગર રૂરલ પોલીસ મથકે દિલીપભાઈ રતનાભાઈ પટેલે ચાર ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવી છે…

આ ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ…
1) જેઠા ભવાન પટેલ રહે, કૃષ્ણનગર, નેત્રામલી, ઈડર, સાબરકાંઠા..
2) મહેશ ડાહ્યા પટેલ રહે, કૃષ્ણનગર, નેત્રામલી, ઈડર, સાબરકાંઠા..
3) અમિત જેઠા પટેલ રહે, કૃષ્ણનગર, નેત્રામલી, ઈડર, સાબરકાંઠા..
4) રાકેશ દવજી પટેલ રહે, કૃષ્ણનગર, નેત્રામલી, ઈડર, સાબરકાંઠા..

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!