વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયતમાં છેલ્લા છ મહિનાથી સામાન્ય સભા નહિ યોજાતા તાલુકા પંચાયતના કેટલાક સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે સામાન્ય સભા યોજવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતી ની સુચનાથી ખેરગામ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા લેખિત માંગણી કરવામાં આવી હતી કે તાલુકા પંચાયત ની છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભા બોલાવવામાં આવેલ નથી છેલ્લી સામાન્ય સભા તા. 7/03/ 2024 ના રોજ બોલાવી હતી ત્યાર બાદ આજ સુધી બોલાવવામાં આવી નથી પંચાયત ધારા ની કલમ નંબર 122 મુજબ દર ત્રણ માસે સામાન્ય સભા બોલાવવી જરૂરી હોય છે. પરંતુ તાલુકા પંચાયતે છેલ્લા છ મહિનાથી સામાન્ય સભા નહિ બોલાવી ખેરગામ તાલુકા પંચાયતે પંચાયત ધારાનું ઉલ્લઘન કરવામાં આવેલ છે. કાયદાનું ઉલ્લંઘન કરી મનસ્વી પણે કારભાર કરી ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.એ બાબતે તાલુકા પંચાયત કેટલાક સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે સામાન્ય સભા બોલાવવા માટે લેખિત માંગણી કરી છે.