BANASKANTHAGUJARATPALANPUR
એન.સી.સી. કેમ્પમાં પાટણ ખાતે આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ
5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના એન.સી.સી. ના વિદ્યાર્થીઓ તારીખ 21 ઓગસ્ટ 24 ના દરમ્યાન હેમચંદ્રાચાર્ય યુનિર્વસિટી, પાટણ ખાતે એન.સી.સી. તાલીમ અંતર્ગત યોજાયેલ કેમ્પમાં જોડાયા હતા. આ દસ દિવસના તાલીમ કેમ્પમાં યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં આદર્શ વિદ્યાલય, વિસનગરના એન.સી.સી. ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાવળ પવન બિપીનભાઈ એ બેન્ડ વાજિંત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી મેડલ પ્રાપ્ત કર્યો હતો.આમ પાટણ ખાતે યોજાયેલ એન.સી.સી. કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.





