પાલનપુર ખાતે એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણી

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત, એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરમાં ૫મી, સપ્ટેમ્બર-2024ના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી જ્ઞાનધારા અંતર્ગત કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર ૩૧ જેટલા વિદ્યાર્થીઓએ આચાર્ય, અધ્યાપક, ક્લાર્ક, લાયબ્રેરીયન, સ્પોર્ટ્સ અધ્યાયપક, પટ્ટાવાળા વગેરેની ભૂમિકા રસપૂર્વક ભજવી હતી. આજના દિવસે અધ્યાપક થયેલ અને અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા. અધ્યાપક દેસાઈ દેવકરણભાઈએ શિક્ષક દિવસની સરસ સમજ આપી ત્યારબાદ ડૉ. દીપ્તિબેન ભાખરીયાએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજનાં આચાર્યા ડૉ.મનીષાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારાના કન્વીનર પ્રો.રિતિકસિંહ કુશવાહ અને પ્રો.શ્રેણીક ગોસ્વામી એ સફળતાપૂર્વક કર્યું હતું.





